આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નું માનવ સ્વરૂપ મોટે ભાગે સ્ત્રીરૂપમાં સામે આવ્યું છે. યુનાઈટેડ નેશન્સ આઈ ફોર ગુડ કોન્ફરન્સમાં રોબોટ્સનાં માનવીય સ્વરૂપોનો સૌથી મોટો મેળાવડો થયો હતો. આર્ટિસ્ટ રાબેટ આય-દા, નર્સિંગ આસિસ્ટન્ટ રાબેટ ગ્રેસ, સોફિયા, નાદીન અને મીકા તેમાં હાજર હતા. તે બધા ડિઝાઇન દ્વારા સ્ત્રીના રૂપમાં હતા.
સ્ત્રીની વિશેષતાઓ તેમને આપવાનું શા માટે પસંદ કરવામાં આવે છે? તે પ્રશ્ન પૂછવો સ્વાભાવિક છે. યુકેની ડી મૉટફોર્ડ યુનિવર્સિટી ખાતે એઆઈ એથિક્સના મહિલા પ્રોફેસર કેથલીન રિચર્ડસનનું કહેવું છે કે પહેલાં બાળકની જેમ રોબોટ બનાવાતા હતા. તેનો ઉદ્દેશ્ય એ હતો કે લોકોને તેનાથી ખતરો ન લાગે.
મહિલા રોબટને વધુ આરામદાયક માનવામાં આવે છે. ખાસ કરીને બાળકો માટે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ ઇન્ડિયાના રોબોટિક્સ પ્રા. કાર્લ મેક્ડોર્મનનું કહેવું છે કે આપણે બધાને મહિલાઓના અવાજો ગમે છે. મોટા ભાગના રોબોટ સ્ત્રી સ્વરૂપમાં હોવાનું આ બીજું કારણ હોઈ શકે છે.