Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અદાણી ગ્રૂપ વિશે હિન્ડેનબર્ગ રિપોર્ટ્સના મહિનાઓ બાદ અમેરિકી ઉદ્યોગપતિ જ્યોર્જ સોરેસ અને રોકફેલર બ્રધર્સની આર્થિક સહાયથી ચાલતા ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)એ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ ભારતની ચોક્કસ કોર્પોરેટ કંપનીઓની કથિત ગેરરીતિઓના પર્દાફાશની તૈયારી કરી રહ્યા છે.


ઓસીસીઆરપી પોતાને 24 નૉનપ્રોફિટ ઇન્વેસ્ટીગેવ સેન્ટરનું સમૂહ ગણાવે છે. આ સમૂહમાં યુરોપ, આફ્રિકા, એશિયા અને લેટિન અમેરિકન દેશોના પત્રકારોનો સમાવેશ થાય છે. સમૂહે જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં ભારતીય કંપનીઓ અંગે શ્રેણીબદ્ધ આર્ટીકલ્સ જાહેર કરશે.

આ અંગે વધુ માહિતી માટે સમૂહને મોકલવામાં આવેલા ઇમેલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. ઓસીસીઆરપીની સ્થાપના વર્ષ 2006માં થઈ હતી. આ સમૂહ સંગઠીત અપરાધ અંગે સંશોધનાત્મક લેખો પ્રકાશિત કરે છે. સમૂહ વિવિધ મીડિયા સમૂહો સાથે ભાગીદારી કરીને આ લેખો પ્રસિદ્ધ કરે છે.