અમેરિકાની સ્કૂલોમાં માસ શૂટિંગની ઘટનાઓ બાદ પોલીસને તહેનાત કરાઇ છે. પરંતુ કેટલીક સ્કૂલોમાં તેની બાળકો પર વિપરીત અસર જોવા મળી છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના એક રિસર્ચ અનુસાર વધુ પોલીસ અને સઘન સુરક્ષા બંદોબસ્તને જોઇને બાળકો સ્કૂલને જેલ સમજવા લાગે છે.
પરીક્ષામાં ઉત્તમ પ્રદર્શન નથી કરી શકતાં. અનેક બાળકોએ હવે સ્કૂલ આવવાનું ઓછું કર્યું છે. આવાં બાળકો સ્કૂલમાંથી પાસ થયા બાદ કોલેજમાં પ્રવેશ લેતાં નથી તેમજ અભ્યાસને આગળ નથી વધારતા. સ્કૂલમાં વધુ સુરક્ષાને કારણે બાળકોની ભણવાની ઇચ્છા ઘટી જાય છે. બાળકોના મતે આટલી સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે સ્કૂલનો અનુભવ વધુ પરેશાન કરનારો બની જાય છે. રિસર્ચમાં સામેલ ઓડિસ જૉનસન અનુસાર બાળકોમાં સ્કૂલ જવાથી ભય વધી રહ્યો છે.
પોલીસકર્મીઓ અશ્વેત બાળકો પર વધુ નજર રાખે છે
રિસર્ચ પ્રમાણે પોલીસકર્મીઓ અશ્વેત બાળકો પર અન્ય બાળકોની તુલનામાં ચાર ગણી વધુ નજર રાખે છે. સ્કૂલમાં બાળકોને મેટલ ડિટેક્ટરથી ચેક કરાય છે અને ડ્રગ ટેસ્ટિંગ પણ કરાય છે. જેની દરેક બાળક પર નકારાત્મક અસર પડે છે.