ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અને કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર ગૌતમ ગંભીરે રવિવારે આઈપીએલ 2024ની ફાઈનલ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહ સાથે મુલાકાત કરી હતી. IPLલની આ સિઝનની ફાઈનલ રવિવારે કોલકાતા અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં કોલકાતા હૈદરાબાદને 8 વિકેટે હરાવીને ચેમ્પિયન બન્યું હતું.
ગંભીર આ સિઝનમાં કોલકાતાનો મેન્ટર છે. ગંભીર મેચ બાદ જય શાહને મળવા આવ્યો હતો, જેના કારણે તેના ભારતના હેડ કોચ બનવાની અટકળો વધી હતી. રાહુલ દ્રવિડની જગ્યા લેવાની રેસમાં ગંભીર સૌથી આગળ છે. રાહુલ દ્રવિડ હાલમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ છે. તેમનો કાર્યકાળ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પછી સમાપ્ત થશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચના પદ માટે અરજીઓ આમંત્રિત કરી છે. બોર્ડે સોમવારે (13 એપ્રિલ) મોડી રાત્રે ઉમેદવારો માટે જાહેરાત બહાર પાડી હતી. ઉમેદવારો 27મી મેના રોજ સાંજે 6 વાગ્યા સુધી અરજી કરી શકશે.
42 વર્ષીય ગંભીરને આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સ્તરે કોચિંગનો કોઈ અનુભવ નથી, તે બે IPL ફ્રેન્ચાઈઝીમાં કોચિંગ સ્ટાફની જવાબદારી સંભાળી ચુક્યો છે. તે IPL 2022 અને 2023માં લખનઉ સુપર જાયન્ટ્સનો મેન્ટર હતો. ત્યાં પોતે 2024 સિઝનમાં KKR સાથે જોડાયો. ગંભીર LSGમાં તેના રોકાણની પ્રથમ બે સિઝનમાં ટીમને પ્લેઓફમાં લઈ ગયો. આ સાથે જ KKRએ આ સિઝનમાં ટાઈટલ જીત્યું છે.