સત્તાવાર આંકડા મુજબ ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર અને ત્રિપુરા સહિતના ડઝનેક જેટલા રાજ્યોમાં માધ્યમિક કક્ષાએ સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો 14.6 ટકાની નેશનલ એવરેજ કરતા પણ વધારે છે. આ રાજ્યો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે વિશેષ પગલાં ભરે એવું સૂચન કેન્દ્ર સરકારે કર્યું હતું. શિક્ષણ મંત્રાલય હસ્તક પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ (પીએબી)ની વર્ષ 2022-23ના સમગ્ર શિક્ષા કાર્યક્રમ માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકની મીનીટ્સમાંથી સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયોના આંકડા સામે આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારનું લક્ષ્યાંક વર્ષ 2030 સુધી 100 ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેટ (જીઇઆર) હાંસલ કરવાનો છે. નવી શિક્ષણ નીતિમાં આ લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યું છે. દસ્તાવેજ અનુસાર આંધ્ર પ્રદેશમાં વર્ષ 2019-20માં માધ્યમિક કક્ષાએ ડ્રોપ આઉટ રેશિયો 12.5 ટકા હતો જે 2020-21માં ઘટીને 8.7 ટકા થયો હતો.