Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભાવનગર રોડ પર આવેલા રાજસમઢિયાળા ગામે માવતર ધરાવતી અને હાલ રાજકોટમાં રહી શેરબજારનું કામ કરતી અંજુ હરેશ સેલડિયા સામે બે ચેક રિટર્નના કેસ ચાલી જતા અદાલતે બંને કેસમાં 1-1 વર્ષની સજા અને બંને ચેક મુજબની રકમનું વળતર 60 દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ છ-છ મહિનાની સજાનો આદેશ કર્યો હતો. સજાના હુકમ બાદ મહિલા આરોપીએ સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ કરી હતી. જેની સુનાવણી થઇ જતા કોર્ટે નીચેની અદાલતના હુકમને કાયમ રાખી મહિલા આરોપીએ કરેલી અપીલને નામંજૂર કરી છે. મહિલાએ શેરબજારમાં થયેલી ખોટ ભરપાઇ કરવા માટે નિલેશ લંભાણી પાસેથી રૂ.16 લાખ લઇ પ્રોમિસરી નોટ લખી આપી હતી. બાદમાં તે રકમ ચૂકવવા બે ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા નિલેશ લંભાણીએ એડવોકેટ સુરેશ ફળદુ મારફતે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.