ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી મોટી વધઘટ વચ્ચે પણ રોકાણકારોને ડબલ ડિજિટમાં રિટર્ન મળ્યું છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં શેરમાર્કેટે સરેરાશ 11 ટકા રિટર્ન આપ્યું છે ખાસકરીને લાર્જ કેપ કંપનીઓના શેરોએ સારું પ્રદર્શન કર્યું છે. ટોપ-10 પરફોર્મિંગ લાર્જકેપ શેરોનું રિટર્ન 60-130% રહ્યું છે. જેમાં ઝોમેટો, ટ્રેન્ટ, સિમેન્સ, ઇન્ડસ ટાવર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને વેદાંતાનો સમાવેશ થાય છે.
બીએસઇના અહેવાલ અનુસાર નાની કંપનીઓ (સ્મોલકેપ)ના શેરનું રિટર્ન સેન્સેક્સ-નિફ્ટી કરતાં અઢી ગણું અને લાર્જકેપ ઇન્ડેક્સ કરતાં બમણું 28% રહ્યું છે. શુક્રવારે સેન્સેક્સ 759 પોઈન્ટ વધીને 79803 અને નિફ્ટી 217 પોઈન્ટ વધીને 24131 પર બંધ થયો હતો. એનાલિસ્ટોના મતે નાણાવર્ષ 2024-25ના બાકીના મહિનામાંં સ્થિરતા પાછી આવી શકે છે. નવા રેકોર્ડ સ્તરે પહોંચે તેવી શક્યતા છે. જોકે અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાયા છે પરંતુ તેની અત્યાર સુધી કોઇ જ પોઝિટીવ અસર માર્કેટ પર જોવા મળી નથી ઉલટું ક્રિપ્ટોને સપોર્ટ કરતા ઇક્વિટીમાંથી ફંડ ક્રિપ્ટો તરફ ડાયવર્ટ થયું.