Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે બનાવેલા EWS- 1 અને EWS-2 પ્રકારના આવાસોની ફાળવણી બાદ બાકી રહેલા આવાસોને ફાળવવા માટે ફોર્મ બહાર પાડ્યા છે. આ ફોર્મ એચડીએફસી બેંકની યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ બ્રાન્ચ, મવડી બ્રાન્ચ બાપા સીતારામ ચોક, રણછોડનગર બ્રાન્ચ અને સીનર્જી સર્કલ બ્રાન્ચ 150 ફૂટ રિંગ રોડ પરથી મળશે. અહીંથી ફોર્મ ભરી 11-10 સુધીમાં પાછા જમા કરાવવાના રહેશે.


જે અરજદારની આવક વર્ષે 3 લાખ સુધીની છે તેમજ મકાન નથી તેમને જ આવાસ ફાળવાશે. EWS-1 પ્રકારમાં 1 BHKનો કાર્પેટ એરિયા 30 ચોરસ મીટર તેમજ કિંમત 3 લાખ છે. જ્યારે EWS-2માં 2 BHK જેનો કાર્પેટ એરિયા 40 ચોરસ મીટર અને કિંમત 5.50 લાખ રૂપિયા છે.