સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ-અંકલેશ્વરમાં પૂરનાં પાણી ફરી વળતાં ભારે તારાજી સર્જાઈ હતી. અંકલેશ્વરમાં પૂરના પાણી ઓસરતાં જ લોકોમાં ગુસ્સાનાં ધોધ વહ્યો હતો. ડેમમાંથી છોડાતા પાણીથી નર્મદા નદીની સપાટી 35 ફૂટ સુધી જશે તેવી ધારણા ખોટી પડી હતી અને નર્મદાના નીરે 53 વર્ષ જૂનો વિક્રમ તોડી નાંખ્યો હતો. અંકલેશ્વર બોરભાઠા અને સુરવાડી ગામની સીમ ઈંટોના ભઠ્ઠા પાસે ફસાયેલા 2 લોકો અંતે તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું.
લોકોએ 72 કલાક પૂરના પાણીમાં ધાબા પર રહી જીવ બચાવ્યો હતો. ભરૂચના કતોપોર બજારની 80 ટકા દુકાનોમાં પૂરના પાણી ભરાઇ જતાં કરોડોનું નુકશાન થયું હતું. અંકલેશ્વરના દીવા અને હાંસોટ રોડને પૂરના પાણીએ જળબંબાકાર બનાવી દીધો હતો. પૂરના પાણી ઓસરવા લાગ્યાં છે પણ હજી કેટલીય સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. 48 કલાક સુધી પાણીમાં જ કેદ રહેલા લોકો વેદના વ્યકત કરી રહ્યાં છે કે તંત્રે પીવા માટે પાણીની પણ વ્યવસ્થા કરી નથી. 65 થી વધુ સોસાયટી માં આવેલા 5500 થી વધુ ઘરમાં લોકો અનાજ, રાચરચીલું અને ઇલેક્ટ્રિકલ ઉપકરણ પાણી સ્વાહા થઇ ગયા હતા. પ્રત્યેક ઘર થી અંદાજે લાખ થી દોઢ સુધી નું નુકસાન પહોંચ્યું હતું.