Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બજેટ વિકાસની ગતિ વેગ આપનારૂ છે. રાજ્ય સરકારે વિવિધ સેકટરમાં અનેક જાહેરાત કરી છે. રાજયમાં રીન્યુએબલ ઊર્જા ક્ષેત્રે માં રાજયનાં નાણા પ્રધાન કરેલી જાહેરાત આવકારદાયક છે. અને ગુજરાતને વધુ ગ્રીન ગુજરાત બનાવવાનો અભિગમ દર્શાવે છે. રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોતનો વિકાસ કરીને રાજયે 19000 મેગાવોટ ની ક્ષમતા સ્થાપિત કરી છે. આત્મનિર્ભર થીમ પર રાજયના નાંણાપ્રધાને રજુ કરેલું બજેટ ઊર્જા સેકટર માટે પણ આત્મનિર્ભરતાને સતત વળગી રહેલું છે.


આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થુ અને ઓદ્યોગિક સેકટરમાં વીજ વપરાશની વધતી શકયતા જોતાં પ્રજાને અવિરત અને સાતત્યપુર્વક વીજપુરવઠો મળે તેવું આયોજન રાજય સરકાર કરી રહી છે. તેમાં રીન્યુએબલ એનર્જીમાં સૌર અને પવન ઉર્જાનો મોટેપાયે ઉત્પાદન કરવા આયોજન કરવામાં આવ્યું છે.ઉર્જાના કાર્યક્ષમ ઉપયોગ માટે એનર્જી ઓડિટ કામગીરી ધરાશે તેવો નિર્દેશ ચેરમેન રીન્યુએબલ એનર્જી કમીટી, એસોચેમ ગુજરાતના કુજ શાહે દર્શાવ્યો હતો.

ખેડુતોનો રાત્રીને બદલે દિવસે વીજળી પુરવઠો પુરો પાડવા કિસાન સુર્યોદય યોજનાની જાહેરાત નાંણાપ્રધાને કરી છે, તે માટે રાજય સરકારે રૂ 1570 કરોડની જોગવાઇ કરી છે. જેને પગલે રાજયમાં વધુને વધુ સોલાર પાવર ઉત્પાદન થશે. સબ સ્ટેશનની આસપાસની સરકારી ફાજલ જમીન પર 2500 મેગાવોટની ક્ષમતાના સોલાર પી વી પ્રોજેકટ સ્થાપનાની જોગવાઇ કરવામાં આવી છે. આ બંને જોગવાઇ રીન્યુએબલ એનર્જી ક્ષત્રે પ્રજાની ભાગીદારીમાં વધારો કરશે.