ભારત અને કેનેડાના વણસેલા સંબંધોમાં અમેરિકાએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની વાત સામે આવી છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા થઈ તે અંગેના ગુપ્ત પુરાવા અમેરિકાએ જ કેનેડાને આપ્યા. ભારત વિરોધી પુરાવા હોવાનું જણાવીને ટ્રુડોએ તેની સંસદમાં રાજરમત રમી લીધી. પણ અમેરિકાના કહેવાથી ભારત વિરુદ્ધ ટ્રુડો જે દાવ રમવા ગયા તે ઊંધો પડી ગયો છે.
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ અમેરિકાની જાસૂસી એજન્સીઓએ આ કેસ સાથે જોડાયેલી માહિતી કેનેડાને ગુપ્ત રીતે આપી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સે આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓને ટાંકીને આ જાણકારી આપી છે. જો કે, રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડાએ ભારત પર આરોપ લગાવતી વખતે જે ઈન્ટેલિજન્સનો ઉલ્લેખ કર્યો છે તે તેણે પોતે જ મેળવ્યા હતા.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, નિજ્જરની હત્યા બાદ અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કેનેડાને ગુપ્ત માહિતી એકત્ર કરવામાં મદદ કરી હતી. તેના આધારે કેનેડાને એવું તારણ કાઢવામાં સફળ રહ્યું હતું ભારત સામેલ હતું. જો કે, કેનેડાએ પોતે ઈન્ડિયન ડિપ્લોમેટ્સની વાતચીત પર નજર રાખી હતી અને તેમની વાતચીતની વિગતો મેળવી હતી, જેના આધારે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.