દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની 16મી સીઝનમાં 1000 મેચ પૂરી થઈ ગઈ છે. ટેસ્ટ પ્લેઇંગ દેશોની વચ્ચે રમાયેલી 1,051 ઈન્ટરનેશનલ T20 મેચની સરખામણીમાં આ આંકડાઓમાં થોડો જ ફેર છે. IPLમાં અત્યાર સુધી 1000થી વધુ ખેલાડીઓ રમી ચૂક્યા છે. આ દરમિયાન ઈન્ટરનેશનલમાં 965 ખેલાડીઓ રમ્યા છે.
IPLમાં દર વર્ષે દુનિયાભરના ટૉપ પ્લેયર્સ ઘણા રેકોર્ડ્સ બનાવે છે અને તોડે છે. છતાં પણ ઈન્ટરનેશનલ ક્રિકેટના અમુક રેકોર્ડ છે, જે અત્યારે પણ IPLમાં બન્યા અથવા તૂટી શક્યા નથી.
IPLમાં કોઈપણ બેટર એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો નથી. ઈન્ટરનેશનલમાં ચાર વખત આવું પરાક્રમ છઈ ગયું છે. સાઉથ આફ્રિકાના હર્શલ ગિબ્સે વન-ડેમાં, ભારતના યુવરાજ સિંહ અને વેસ્ટઈન્ડિઝના કાયરન પોલાર્ડ T20માં આ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. અમેરિકાના જસકરન મલ્હોત્રાએ પણ વન-ડેમાં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા છે.