વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં ટીમને 66 રને હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે ભારતે શ્રેણી 2-1થી જીતી હતી.
બુધવારે રાજકોટમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 50 ઓવરમાં 7 વિકેટે 352 રન બનાવ્યા હતા. આ મેદાન પરનો સૌથી મોટો સ્કોર છે. જવાબમાં ભારતીય ટીમ 49.4 ઓવરમાં 286 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટૉસ જીતીને બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમનો ટોપ ઓર્ડર સફળ રહ્યો હતો. ટીમના ટોપ-4 બેટર્સે ફિફ્ટી ફટકારી હતી. જેમાં ઓપનર ડેવિડ વોર્નરે 56, મિચેલ માર્શે 96, સ્ટીવ સ્મિથે 72 અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા.
353 રનના ટાર્ગેટને ચેઝ પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ સતત વિકેટો ગુમાવી હતી. ટોચના ક્રમમાં બે 70+ ભાગીદારી હતી, પરંતુ મિડલ ઓર્ડરમાં કોઈ ભાગીદારી થઈ નથી. જે હારનું કારણ બની હતી.