Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાનું ટેક્સાસ રાજ્ય વિજળીની અછત સામે ઝઝુમી રહ્યું છે. શિયાળા દરમિયાન ચક્રવાતને કારણે સમગ્ર રાજ્યના લાખો ઘરોમાં અંધારપટ છવાય છે. વર્ષ 2021માં ઠંડીને કારણે 40થી વધુ લોકોના મોત થયા હતા. તેના માટે મુખ્યત્વે ટેક્સાસમાં ચાલી રહેલી 34 બિટકોઇન માઇનિંગ કંપનીઓ જવાબદાર છે. આ કંપનીઓમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા વિશાળ કમ્પ્યુટર દર સેકન્ડે ટ્રિલિયન (1 લાખ કરોડ)થી વધુ આંકડાઓની ગણતરી કરે છે. તેને સંચાલિત કરવા માટે એક શહેરના વીજ વપરાશ જેટલી વિજળીની જરૂરિયાત રહે છે.


2008માં બિટકોઇનની શરૂઆત બાદ દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સીનો ટ્રેન્ડ વધ્યો છે. પહેલા લોકો ઘરોમાં જ નાના પાયે તેનું માઇનિંગ કરતા હતા. પરંતુ 2017માં 1,000 ડૉલરની કિંમત ધરાવતા બિટકૉઇનની વેલ્યૂ 2021માં $60,000ને આંબી ગઇ હતી. જેને કારણે તેનું માઇનિંગ હવે એક ઉદ્યોગ બની ગયો છે. દિગ્ગજ કંપનીઓ હજારો મોટા શક્તિશાળી કમ્પ્યુટર લગાડીને તેનું માઇનિંગ કરી રહી છે. તેમાં હજારો મેગાવોટ વીજ વપરાશ થાય છે. જાણકારો અનુસાર, એક મેગાવૉટની માઇન દરરોજ એટલો વિજળીનો વપરાશ કરે છે, જેટલી વિજળી એક અમેરિકન ઘરમાં 2 વર્ષ ચાલે છે. 100 મેગાવોટની કંપનીમાં દરરોજ આટલો વીજ વપરાશ થાય છે, જેનાથી ક્લીવલેન્ડના અડધા ઘરોમાં વિજળી મળી શકે છે.