રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ટોપ સેન્ટ્રલ બેંકર માટે ગ્લોબલ એવોર્ડ મોરોક્કો જઈને રિસીવ છે. સપ્ટેમ્બરમાં, શક્તિકાંત દાસને ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટ્રલ બેંકર્સ રિપોર્ટ કાર્ડ 2023માં 'A+' રેટિંગ મળ્યું હતું. RBIએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર શક્તિકાંત દાસનો એવોર્ડ મેળવતા ફોટો શેર કર્યો છે
આ પહેલા શક્તિકાંત દાસને જૂનમાં લંડનમાં સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ 2023માં અમેરિકાના ગ્લોબલ ફાઇનાન્સ મેગેઝિન દ્વારા 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
વાર્ષિક સેન્ટ્રલ બેંકર રિપોર્ટ કાર્ડમાં ટોપ રેન્ક એવા ગવર્નરોને આપવામાં આવે છે જેમની સ્ટ્રેટેજીએ ઓરિજિનલિટી, ક્રિએટિવિટી અને સખત મહેનતના સંદર્ભમાં તેમના સ્પર્ધકોને પાછળ ધકેલી દીધા છે. દાસ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડની સેન્ટ્રલ બેંકના ગવર્નર જે. જોર્ડન અને વિયેતનામના ગવર્નર ગુયેન થી હોંગને પણ A+ ગ્રેડ આપવામાં આવ્યો હતો.