Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટનમાં ભારતીયોની માંગ વધી છે. બ્રિટન ભારતીયોને માત્ર વિદ્યાર્થીઓ તરીકે જ નહીં, પરંતુ પ્રવાસી અને સ્કિલ્ડ વર્કર તરીકે પણ અન્ય દેશોના લોકો કરતાં વધુ પસંદ કરે છે. ગૃહમંત્રાલયના આંકડા દર્શાવે છે કે બ્રિટન મોટા ભાગે ભારતીયોને અભ્યાસ, પ્રવાસ અને નોકરી માટે વિઝા આપે છે.બ્રિટને 2022માં 28.36 લાખ વિઝા જારી કર્યા હતા જેમાં 7.9 લાખ ફક્ત ભારતીયોના હતા. આ વિઝામાંથી 49% મુલાકાતીઓ, 22% અભ્યાસ માટે, 15% કામ કરવા માટે આપવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે બ્રિટન દ્વારા જારી કરાયેલા વિઝામાં અન્ય દેશોની સરખામણીમાં ભારતીયોને સૌથી વધુ વિઝા મળ્યા છે. 2022માં સૌથી વધુ સ્ટુડન્ટ વિઝા સૌથી વધુ વર્ક વિઝાઅને વિઝિટર વિઝાનો સૌથી મોટો હિસ્સો પ્રાપ્ત થયો.


સ્કિલ્ડના કારણે ભારતીયોને બ્રિટનમાં નોકરી માટે સૌથી વધુ તક મળી
ભારતીય વિદ્યાર્થીઓ પાસે બ્રિટનમાં રોજગાર માટેની સૌથી વધુ તકો છે. તેમની કુશળતાને કારણે વિવિધ કંપનીઓ સહિત અન્ય સ્થળોએ ભારતીય વિદ્યાર્થીઓની માંગ વધુ છે. 2022માં 2,58,000થી વધુ ભારતીયોને વિઝિટર વિઝા મળ્યા, જે એક વર્ષ પહેલાંની સરખામણીમાં 630% વધારે છે. તેવી જ રીતે, બ્રિટન દ્વારા જારી કરાયેલા તમામ સ્કિલ્ડ વર્ક વિઝામાં ભારતીયોનો હિસ્સો લગભગ અડધો છે.

બર્મિંઘમ યુનિવર્સિટીના ચાન્સેલરે કહ્યું- ખોટી નીતિઓ વિપરિત અસર કરશે
2019ની સરખામણીમાં ચીન (89%), રશિયા (76%) અને સાઉદી નાગરિકો (75%) વિઝિટર વિઝામાં સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો છે. બર્મિંઘમ યુનિવર્સિટીના ચાન્સેલર લોર્ડ કરણ બીલિમોરિયાએ જણાવ્યું હતું કે, તેઓ અમારા સ્થાનિક વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અનુભવને સમૃદ્ધ બનાવે છે. તેમણે ખોટી રીતે ટાર્ગેટ કરતી નીતિઓ બ્રિટિશ યુનિવર્સિટીઓને નાણાકીય અને એકંદર કામગીરી પર પ્રતિકૂળ અસર કરશે. જેથી કેટલાક સ્થાનિક વિદ્યાર્થીઓના ભવિષ્યને પણ અસર થશે, જેમનું શિક્ષણ વિદેશી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી ફીમાંથી ક્રોસ-સબસિડી પર આધારિત છે.