બૅન્કોમાં મૂડીરોકાણ વધી રહ્યું છે. આરબીઆઇના આંકડા પ્રમાણે આ વર્ષે માર્ચના અંત સુધીમાં બૅન્કોમાં 7% અને તેનાથી વધુ દરે વ્યાજ આપતી ફિક્સ્ડ ડિપૉઝિટ (એફડી)નો કુલ હિસ્સો 64.4% સાથે લગભગ બેગણો થયો છે. માર્ચ, 2023માં એ 33.7% હતો. રિઝર્વ બૅન્કના મતે માર્ચ, 2024ના અંત સુધીમાં બૅન્કોનીએફડી 58.8% વચ્ચે હતી જ્યારે માર્ચ, 2023માં આ વ્યાજદરવાળી એફડી 30.3% જ હતી. આ રીતે 8%થી વધુ વ્યાજદરવાળી ટર્મ ડિપૉઝિટ 5.5% છે.
દેશમાં સરકારી સેક્ટરની સૌથી મોટી બૅન્ક એસબીઆઇ અત્યારે 2 વર્ષથી વધુ અને 3 વર્ષથી ઓછા સમયની ફિક્સ ડિપૉઝિટ પર 7%થી વધુ વ્યાજ આપી રહી છે જ્યારે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બૅન્ક HDFC 18થી 21 મહિનાની ફિક્સ ડિપૉઝિટ પર 7.25% વ્યાજ આપે છે.
દેશની સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બૅન્ક એયુ 18 મહિનાની ડિપૉઝિટ પર 8%, ઉજ્જીવન 15 મહિના પર 8.50% અને સૂર્યોદય 2 વર્ષ 2 દિવસની ડિપૉઝિટ પર 8.65% વ્યાજ આપે છે.