કેન્દ્ર સરકારે બુધવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. PFI ઉપરાંત વધુ 8 સંગઠનો પર કાર્યવાહી કરતા ગૃહ મંત્રાલયે નોટિસ જારી કરી છે. બુધવારે આ કાર્યવાહી બાદ દિલ્હી પોલીસ હાઈએલર્ટ પર છે. પોલીસે દિલ્હીના સંવેદનશીલ ઝોનને રેડ, યલો અને ઓરેન્જ ઝોનમાં ત્રણ ભાગમાં વહેંચીને પેટ્રોલિંગ કર્યું હતું.
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે, ઘણા જિલ્લાઓના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા.
ઉત્તર દિલ્હીના ડીસીપી સંજય કુમારે જણાવ્યું કે જે જગ્યાએ 2020માં રમખાણો થયા હતા, ત્યાં સમુદાયોની મિશ્ર વસ્તી છે. અહીંથી PFI સાથે સંડોવાયેલા પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કુમારે કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. આ વિસ્તાર એક્ટિવ યલો,ઓરેન્જ અને રેડ પ્રોજેક્ટ હેઠળ મૂકવામાં આવ્યો છે.