સિવિલ એવિયેશન રેગ્યુલેટર ડીજીસીએએ પાઈલટો અને ક્રૂ મેમ્બર્સ માટે બ્રેથ એનાલાઇઝર ટેસ્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો અમલી બન્યા બાદ પાઇલટ અને ક્રૂ મેમ્બર માઉથવોશ, ટૂથ જેલ અથવા તો એવી કોઇ વસ્તુઓનો ઉપયોગ કરી શકશે નહીં જેમાં આલ્કોહોલનું પ્રમાણ હોય છે.
બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં પોઝિટિવ રિઝલ્ટ ના આવે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આલ્કોહોલ સંબંધિત દવા લેતા પહેલાં પણ ચાલકદળના સભ્યોને કંપનીના ડોક્ટરની સલાહ લેવી પડશે. નવા નિયમોમાં શરાબના ઉપયોગ માટે એરક્રાફ્ટ સ્ટાફની મેડિકલ તપાસની પ્રક્રિયા સાથે સંબંધિત માપદંડમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.