શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ વિયેતનામ પણ ભારતના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી શકે છે. હાલમાં, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડ જેવા દેશોના નાગરિકો વિઝા વિના વિયતનામના પ્રવાસે જઈ શકે છે.
સ્થાનિક સમાચાર એજન્સી VNExpress અનુસાર, વિયતનામના સંસ્કૃતિ, રમતગમત અને પર્યટન મંત્રી ગુયેન વાન હંગે પ્રવાસનને સુધારવા માટે ચીન અને ભારત જેવા મોટા બજારો માટે શોર્ટ ટર્મ વિઝા ફ્રી માટે કહ્યું છે. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.
ઓગસ્ટના મધ્યથી, વિયતનામએ તમામ દેશના લોકો માટે ઈ-વિઝા આપવાનું શરૂ કર્યું છે. આ વર્ષના પ્રથમ દસ મહિનામાં, વિયેતનામને લગભગ 1 કરોડ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ આવ્યા, જે 2022 ના સમાન સમયગાળા કરતાં 4.6 ગણા વધુ છે.
વિયેતનામના ફૂ ક્વોક આઇલેન્ડ, ન્હા ત્રાંગ, ડા નાંગ, હા લોંગ બે અને હાઇ એન જેવા સ્થળો ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય છે. વિયેટજેટ ભારતથી વિયતનામ સુધીની ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. રાઉન્ડ ટ્રીપની ટિકિટ 14-15 હજાર રૂપિયામાં મળી જાય છે.