Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર ભારતીય બંધારણને ખતમ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. રાહુલે કહ્યું- ભાજપ બંધારણની તે મૂળ ભાવનાને ખતમ કરવા માંગે છે, જે તમામ નાગરિકોને સમાન અધિકાર આપે છે.


રાહુલ 17 થી 19 ડિસેમ્બર સુધી જર્મનીના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન 18 ઓક્ટોબરના રોજ તેમણે બર્લિન સ્થિત હર્ટી સ્કૂલમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા.

રાહુલે કહ્યું- લોકતાંત્રિક સંસ્થાઓ સ્વતંત્ર રીતે કામ કરી શકતી નથી. CBI અને ED જેવી એજન્સીઓનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે ફક્ત ભાજપ સામે લડી રહ્યા નથી, અમે તેમની ભારતીય સંસ્થાકીય માળખા અને એજન્સીઓ પરના કબજા સામે પણ લડી રહ્યા છીએ.