દેશમાં ટૂ-વ્હીલર્સનું રિટેલ વેચાણ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન સ્થાનિક માર્કેટમાં વોલ્યૂમની દૃષ્ટિએ 4-7% વધવાની શક્યતા છે. તહેવારોની સીઝન દરમિયાન મજબૂત ગ્રોથ છતાં પણ તે 4-7%ના રેન્જમાં વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા રેટિંગ એજન્સી ઇકરા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આ વર્ષે તહેવારોની મોસ દરમિયાન ટૂ-વ્હીલર્સનું રિટેલ વેચાણ મજબૂત રહ્યું હતું અને સાથે જ લગ્નસરાની મોસમને કારણે પણ મજબૂત ગ્રોથ રહ્યો હતો. બીજી તરફ ગ્રામીણ વિસ્તારમાં પણ માંગમાં રિકવરી જોવા મળી હતી. જેને કારણે ખાસ કરીને એન્ટ્રી લેવલમાં (110 સીસી)માં મજબૂત વેચાણ વૃદ્ધિ નોંધાઇ છે.
ડીલરની ઇન્વેન્ટરી સામાન્ય સ્તરની રહી હતી, જેમાં OEM ડીલરશીપ પર ઇન્વેન્ટરીમાં વધારો થવાથી સાવચેત હતા એમ તેમણે ઉમેર્યું હતું. નાણાકીય વર્ષ 2024 દરમિયાન વોલ્યૂમની દૃષ્ટિએ ઇન્ડસ્ટ્રી આંશિક વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. બીજી તરફ નબળી માંગને કારણે નિકાસના વોલ્યૂમને પણ અસર થઇ છે. પેસેન્જર વ્હીકલ અંગે ઇકરાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024 દરમિયાન વોલ્યૂમમાં પેસેન્જર સેગમેન્ટ 6-9%ની વૃદ્ધિ સાથે સર્વાધિક સ્તરે પહોંચે તેવી શક્યતાં છે. ચાલુ નાણાકીય વર્ષે કોમર્શિયલ વ્હીકલનો વોલ્યૂમ ગ્રોથ 2-4 ટકાની રેન્જમાં રહેશે તેવી શક્યતા છે. ગત વર્ષ કરતાં તે 2-4 ટકાની રેન્જમાં રહેવાની શક્યતા છે.
ઇકરાના કોર્પોરેટ રેટિંગના ગ્રુપ હેડ શમશેર દીવાને જણાવ્યું હતું કે વર્ષ 2024 દરમિયાન ઓટો ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સાધારણ રહે તેવી અપેક્ષા છે. અનિયમિત ચોમાસાની ગ્રામીણ માંગ પર અસર થઇ છે.