Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) કમિશનરે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને લીગલ નોટિસ મોકલી છે. રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે કોન્ટ્રાક્ટ તોડ્યો છે. શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ ગંભીરને નિશાન બનાવીને તેને હટાવવાની માગ કરવામાં આવી છે.


બુધવાર, 6 ડિસેમ્બરના રોજ, LLC 2023 એલિમિનેટર મેચમાં શ્રીસંત અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. મેચ બાદ શ્રીસંતે ગંભીર પર આરોપો લગાવ્યા હતા. પૂર્વ ફાસ્ટ બોલરે કહ્યું કે ગૌતમે મેચ દરમિયાન તેને 'ફિક્સર' કહ્યો હતો.

શ્રીસંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં તેણે પહેલાં પ્રશંસકોનો આભાર માન્યો હતો અને ગંભીર સાથે મેદાન પર થયેલી બોલાચાલી પર સ્પષ્ટતા આપતાં તેણે ગંભીરને ફાઇટર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ગંભીર લડતો રહે છે, તે હંમેશા તેના સાથી ખેલાડીઓ સાથે લડતો રહ્યો છે.