સુંદરવન એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. અહીં લોકોનું અસ્તિત્વ જંગલમાં મધ એકઠું કરવા અથવા નદીમાં માછલી તેમજ કરચલા પકડવા પર આધારિત છે. પરંતુ જંગલ અને નદી બંને તેમના માટે જોખમોથી ભરેલા છે. સુંદરવનમાં માત્ર વાઘ અને મગર જ નહીં પરંતુ 17 પ્રજાતિની ખતરનાક શાર્ક પણ છે. તેમની લંબાઈ 7 ફૂટ સુધી છે. સ્થાનિક ભાષામાં તેને કામોટ કે હાંગર કહેવામાં આવે છે.
આ દાવો હ્યુમન શાર્ક રિસર્ચર અને સિસ્ટમ નિવેદિતા યુનિવર્સિટીના ટ્રાન્સડિસ્પ્લિનરી રિસર્ચ લેબના ડાયરેક્ટક રાજશેખર આઈચે કર્યો છે. આમ, તેમનો દાવાના પુષ્ટિ કંચન, બૈશાખી, રેખા અને સુભાષા સહિત અનેક સ્થાનિક લોકો પણ કરે છે, જેઓ પોતે શાર્કનો શિકાર બન્યાં છે. જો કે, આ અંગે વન વિભાગ અને સુંદરવન ટાઈગર રિઝર્વ અજાણ છે. 40 વર્ષીય કંચનના જણાવ્યા અનુસાર, 20 વર્ષ પહેલા માછલી પકડતી વખતે મને લાગ્યું કે કોઈ તીક્ષ્ણ વસ્તુએ મારો પગ કાપી નાખ્યો. ક્ષણભરમાં પાણીનો રંગ લાલ થઈ ગયો. હું મારી જાતને કામોટના મુખથી મુક્ત થવાનો પ્રયાસ કરવા લાગી. પછી મારા પતિએ વાળ ખેંચીને મને કિનારે લાવ્યા હતા. મને સખત પિડા થવા લાગી. ડાબા પગની જાંઘનો ભાગ નીકળી ગયો હતો. માત્ર હાડકું જ બાકી હતું. એક વર્ષ સુધી હોસ્પિટલમાં રહી. ગોસાબા પ્રાથમિક હોસ્પિટલમાં 28 વર્ષથી ડૉક્ટર તરીકે ફરજ બજાવતા ડૉ. ગણેન્દ્રનાથ મંડલે 50થી વધુ શાર્ક હુમલાના પીડિતોની સારવાર કરી છે. ઘણા વર્ષોથી ફાનસના પ્રકાશમાં સારવાર કરી.
રાજશેખરના જણાવ્યા અનુસાર, ન્યુઝીલેન્ડમાં સંશોધન દરમિયાન મને ખબર પડી કે બંગાળમાં શાર્ક પર કોઈ સંશોધન કરાયું નથી. 2019થી અહીં આ અંગે સંશોધન શરૂ કર્યું. આ હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘણા મૃત્યુ પામ્યા છતાં વનવિભાગ બેખબર છે. યુકે અને અમેરિકાની બે સંસ્થાઓ શાર્ક પર કામ કરી રહી છે. તેઓ પણ અહીં શાર્કની હાજરીથી વાકેફ નથી. જોકે ઘણાં સમયથી અહીં શાર્ક હુમલાની કોઈ ઘટના બની નથી. કદાચ શાર્ક લુપ્ત થઈ ગઈ છે. આ યોગ્ય નથી.