Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવું ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 બુધવારે, 20 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયું હતું. હવે આ બિલને અંતિમ સમીક્ષા માટે રાજ્યસભામાં મોકલવામાં આવ્યું છે. આ બિલમાં નકલી સિમ ખરીદવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.


બિલમાં ટેલિકોમ કંપનીઓને ગ્રાહકોને સિમ કાર્ડ આપતા પહેલા બાયોમેટ્રિક ઓળખ ફરજિયાત બનાવવા માટે કહેવામાં આવ્યું છે.

આ બિલ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈપણ ટેલિકોમ સેવા અથવા નેટવર્કને ટેકઓવર કરવા, મેનેજ કરવા અથવા સ્થગિત કરવાની મંજૂરી આપશે. એટલે કે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જરૂર પડશે તો સરકાર ટેલિકોમ નેટવર્ક પર મેસેજને ઈન્ટરસેપ્ટ કરી શકશે.

આ બિલ 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ એક્ટનું સ્થાન લેશે જે ટેલિકોમ સેક્ટરનું નિયમન કરે છે. આ સિવાય આ બિલ ભારતીય વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933 અને ટેલિગ્રાફ વાયર એક્ટ 1950નું સ્થાન લેશે. તે ટ્રાઈ એક્ટ 1997માં પણ સુધારો કરશે.

લાયસન્સ સિસ્ટમમાં ફેરફાર થશે
આ બિલ લાઇસન્સિંગ સિસ્ટમમાં પણ ફેરફાર લાવશે. હાલમાં, સેવા પ્રદાતાઓએ વિવિધ પ્રકારની સેવાઓ માટે જુદા જુદા લાઇસન્સ, પરવાનગીઓ, મંજૂરીઓ અને નોંધણીઓ મેળવવાની હોય છે. ટેલિકોમ વિભાગ દ્વારા જારી કરાયેલા 100થી વધુ લાઇસન્સ અથવા નોંધણીઓ છે.

Jio, Airtel, Starlink જેવી કંપનીઓને ફાયદો થશે
બિલમાં ટેલિકોમ સ્પેક્ટ્રમની વહીવટી ફાળવણીની જોગવાઈ છે, જે સેવાઓના પ્રારંભને ઝડપી બનાવશે. રિલાયન્સ જિયો, ભારતી એરટેલની વનવેબ અને એલોન મસ્કની સ્ટારલિંક જેવા ખેલાડીઓને નવા બિલનો ફાયદો થશે.