સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં મૂલ્યની દ્રષ્ટિએ જ્વેલરીનો વપરાશ 10-12 ટકા વધવાની ધારણા છે તેમ એક અહેવાલમાં જણાવાયું છે.રેટિંગ એજન્સી ઇકરાએ નાણાવર્ષ 24માં સ્થાનિક જ્વેલરી વપરાશ વૃદ્ધિ (મૂલ્યની દ્રષ્ટિએ) વાર્ષિક ધોરણે તેના અનુમાનને સુધારીને 10-12 ટકા કર્યો છે જે અગાઉના 8-10 ટકાના અંદાજ મુક્યો હતો.
કિંમતી ધાતુઓની ખરીદી માટે શુભ ગણાતા તહેવાર અને સોનાના ઊંચા ભાવ, અક્ષય તૃતીયા દરમિયાન સ્થિર માંગને કારણે નાણાવર્ષ 24 ના પ્રથમ છ મહિનામાં જ્વેલરીના વપરાશમાં 15 ટકાથી વધુનો વધારો થયો હોવાનો અંદાજ છે. જો કે, સતત વધતી મોંઘવારી વચ્ચે નરમ ગ્રામીણ માંગને કારણે ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં વૃદ્ધિ દર 6-8 ટકા સુધી મધ્યમ રહેવાનો અંદાજ ઇકરાએ દર્શાવ્યો છે.
ડિસે.-22-એપ્રિલ 2023 વચ્ચે અસ્થિર રહ્યા બાદ નાણાવર્ષ 24 ના પ્રથમ છ મહિનામાં સોનાના ભાવ પ્રમાણમાં સ્થિર હતા, જો કે એક વર્ષ અગાઉના સમયગાળા દરમિયાન સરેરાશ કિંમતોની સરખામણીમાં 14 ટકાનો વધારો થયો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને વિકસતા વૈશ્વિક મેક્રો-ઈકોનોમિક વાતાવરણને કારણે નજીકના ગાળામાં સોનાના ભાવમાં વધારો થઈ શકે છે. ફુગાવાના પ્રકોપ માંગ માટેના મુખ્ય અવરોધો હતા.