એજ્યુકેશન ટેક્નોલોજી કંપની BYJU'Sએ સોમવારે રૂ. 9,000 કરોડની નોટિસ મળવાના સમાચારને ફગાવી દીધા હતા. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનના કિસ્સામાં આ નોટિસ જારી કરી છે.
આ વર્ષે એપ્રિલમાં EDએ બેંગલુરુમાં BYJU'Sની ત્રણ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, કંપનીએ 2011થી 2023 વચ્ચે રૂ. 28,000 કરોડનું વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) મેળવ્યું છે. આ સિવાય કંપનીએ FDIના નામે અલગ-અલગ દેશોમાં પૈસા પણ મોકલ્યા હતા. આ ટ્રાન્ઝેક્શનમાં ગેરરીતિ હોવાની આશંકા છે.