અમેરિકાના હ્યુસ્ટનમાં એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે. ABC13 ન્યૂઝ અનુસાર, 67 વર્ષીય ફ્લોરેન્ટિનો હર્ટાડોને ડિમેન્શિયા અને અલ્ઝાઈમર છે. આ રોગોને કારણે ફ્લોરેંટિનો હર્ટાડોને મેમોરી લોસ થાય છે અને તેની વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.
વાસ્તવમાં, હર્ટાડો તેની પત્ની અને પુત્રી સાથે બજારમાં ગયો હતો. તેમની કાર પાર્કિંગમાં પાર્ક કરવામાં આવી હતી. સામાન ખરીદ્યા બાદ તેણે નજીકમાં પાર્ક કરેલી બીજી કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તે કઈ કાર છે તે ભૂલી ગયો હતો. મૂંઝવણને કારણે તેણે બીજા વાહનને પોતાનું માન્યું અને તેમાં બેસવા લાગ્યો. આ દરમિયાન અન્ય વાહનનો માલિક તેના મિત્ર સાથે આવ્યો હતો અને હર્ટાડોને માર મારવા લાગ્યો હતો.