બાલાજી હોલ નજીક બાંધકામ સાઇટમાં કલર કામની મજુરી કરતો અને ત્યાં જ રહેતો બિહારી શ્રમિક ગૌતમ પાસવાન પાંચ દિવસથી તાવમાં સપડાયો હતો. ખતરનાક ડેન્ગ્યુ સામે તંદુરસ્ત યુવાને ટુંકી સારવારમાં જ રાજકોટ સિવિલમાં દમ તોડી દીધો
રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ત્યારે વધુ એક વ્યકિતનું શહેરમાં ડેન્ગ્યુથી મોત થયું છે. ડેન્ગ્યુથી વધુ એક મોત નોંધાતા શહેરમાં ફરી ચકચાર મચી છે. રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મનપા તંત્ર ઉંધે માથે થયું છે.મનપાની આરોગ્ય શાખા ઠેર-ઠેર દોડી રહી છે. અને મચ્છર ઉપદ્રવના ઠેકાણા શોધી કાર્યવાહી કરી રહી છે. ત્યારે બાંધકામ સાઇટમાં મચ્છરના પોરા મળ્યા હતા.