નવા વર્ષની શરૂઆતમાં મહત્તમ લોકો કોઇને કોઇ સંકલ્પ લે છે. માર્કેટ રિસર્ચ કંપની ડ્રાઇવ રિસર્ચના નવા વર્ષના સંકલ્પથી જોડાયેલા આંકડાઓ અનુસાર, વિશ્વના 38%થી વધુ લોકો દર વર્ષે સંકલ્પ લે છે. પરંતુ માત્ર 9% તેના પર છેક સુધી કાયમ રહે છે. 80% સંકલ્પો ફેબ્રૂઆરી સુધી જ ભૂલી જવાય છે. જ્યાં સુધી સૌથી વધુ સંકલ્પની વાત છે તો તે સ્વાસ્થ્યને લઇને હોય છે. ફોર્બ્સના સરવેમાં સામેલ 48% લોકોએ 2024માં પોતાની ફિટનેસમાં સુધારાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. 38%એ આર્થિક સ્થિતિ સુધારવાનું લક્ષ્ય રાખ્યું હતું, 34%એ ડાયટ પ્લાન કર્યું અને 38%એ વજન ઘટાડવાનો સંકલ્પ લીધો છે.
55% લોકો માટે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં ધ્યાન, કોઇ થેરેપિસ્ટ સાથે મુલાકાત, નિષ્ણાંતોની સલાહ લેવી જેવા લક્ષ્યો સામેલ છે. લક્ષ્ય નક્કી કરનારા 52% લોકો તેના માટે બહારથી મદદ લે છે. તેમાં એપ, ઑનલાઇન પ્લેટફોર્મ, જિમ મેમ્બરશિપ જેવી વસ્તુઓ સામેલ છે. જ્યારે કેટલીક કંપનીઓ માટે બિઝનેસ પણ શરૂ થાય છે.
વાસ્તવમાં ગ્રાહકો પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે હેલ્થ, ફાઇનાન્સ અને લર્નિંગ કંપનીઓ તરફ ઝોક ધરાવે છે. આ કંપનીઓ ગ્રાહકોના વલણથી સારી રીતે અવગત હોય છે અને તમારા સંકલ્પથી કમાણી કરવાના આ અવસરની સમગ્ર વર્ષ પ્રતિક્ષા કરે છે. જિમ સંચાલકોના એક સરવે અનુસાર, જાન્યુઆરીમાં તેમની મેમ્બરશિપ 3 ગણી વધી જાય છે. જાન્યુઆરીથી માર્ચ સુધી અનેક ફિટનેસ સેન્ટરની કમાણી વર્ષના બાકીના દિવસોની તુલનામાં 25-30% સુધી વધુ રહે છે.