પેરિસ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર શૂટર મનુ ભાકરની માતા સુમેધા અને સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં માતા સુમેધા નીરજનો હાથ પકડીને તેના માથા પર મૂકતી જોવા મળે છે. સુમેધા નીરજને સિલ્વરથી નિરાશ ન થવાનું કહેતી સાંભળી શકાય છે. આના કરતાં વધુ મહેનત કરવી પડશે.
સુમેધાએ કહ્યું, 'મારી દીકરીની જેમ સ્પોર્ટ્સ છોડવાનું વિચારશો નહીં. તમારામાં હજી ઘણી રમત બાકી છે. વીડિયોમાં દેખાતી ઘટના સોમવારે પેરિસ ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં બની હતી. આ વીડિયો પર મનુના પિતા રામકિશન ભાકરે ભાસ્કરને કહ્યું, 'બંને વચ્ચે લાંબી વાતચીત થઈ. સુમેધાએ નીરજને કહ્યું કે તેને વધુ મહેનત કરવી પડશે અને પાકિસ્તાનના અરશદ નદીમને હરાવવા પડશે.