સોશિયલ મીડિયા એક એવું સ્થળ છે જ્યાં મશહૂર હસ્તીઓ અથવા ફિલ્મી સ્ટાર્સને પોતાના ફેન સુધી પહોંચવા માટે એક મંચ મળે છે. જોકે દરેક સિક્કાની બે બાજુ હોય છે એ જ રીતે સોશિયલ મીડિયાની પણ બે બાજુ છે. જ્યાં એક તરફ પ્લેટફોર્મ દરેકને પોતાના ફેન સાથે જોડાવાની તક આપે છે ત્યારે બીજી તરફ તેના ઉપયોગનો તેમના પર નકારાત્મક પ્રભાવ પણ પડે છે.
આ જ કારણથી છેલ્લા કેટલાક મહિનામાં અનેક હૉલિવૂડ હસ્તીઓએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો છે. તેમાં ગાયિકા સેલેના ગોમેઝ ઉપરાંત ગાયક જૉન લીજેન્ડ અને બિલી આઇલિશ છે. હૉલિવૂડ અભિનેતા ટોમ હોલેન્ડ, ગાયક એડ શરિન, મૉડલ ગિગી હદીદ અને નિક જોનસે પણ સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો છે.
સ્વયં પર ફોકસ કરવા સો. મીડિયામાંથી બ્રેક લીધો: ક્રિસ
સેલેના ગોમેઝ: સેલેનાએ સોશિયલ મીડિયા પરથી બ્રેક લીધો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે હું કેટલાક સમય માટે સોશિયલ મીડિયાથી દૂર જઇ રહી છું. અત્યારે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગું છું જે મારા માટે વધુ જરૂરી છે.
ક્રિસ ઇવાન: ‘કેપ્ટન અમેરિકા’ ફિલ્મથી લોકપ્રિય થયેલા અભિનેતા ક્રિસ ઇવાને પણ કેટલાક મહિના પહેલાં સોશિયલ મીડિયાથી બ્રેક લીધો હતો. સ્વાસ્થ્ય -સ્વયં પર ફોકસ કરવા માટે સોશિયલ મીડિયા છોડ્યું.