કેટલાક વર્ષ પહેલા એનવાયરમેન્ટલ, સોશિયલ અને ગવર્નન્સ એટલે કે ઇસીજીના સિદ્ધાંતો પર કામ કરનારી કંપનીઓમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો હતો. પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાઇ રહ્યો છે. ગત વર્ષે રોકાણકારોએ પર્યાવરણને અનુકૂળ સિદ્ધાંતો પર કામ કરતી કંપનીઓમાં રોકાણ કરનારા ગ્રીન ફંડ્સથી 13 અબજ ડૉલર (અંદાજે 1 લાખ કરોડ રૂપિયા)થી વધુની રકમ ઉપાડી છે.
ઇસીજી સિદ્વાંતો વાળી કંપનીઓમાં રોકાણ કરનારા ફંડોમાંથી ટીપું ટીપું બનીને નીકળતા પૈસા હવે ધાર બનીને નકળી રહ્યાં છે. મોર્નિંગ સ્ટારના એક રિપોર્ટ અનુસાર, રોકાણકારોએ ઇએસજી પર કેન્દ્રિત સસ્ટેનેબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડોથી અંદાજે 5 અબજ ડૉલર (અંદાજે 41.5 હજાર કરોડ રૂપિયા)ની રકમનો ઉપાડ તો ગત મહિને જ કરવામાં આવ્યો હતો.
મોર્નિંગ સ્ટારના સસ્ટેનેબિલિટી રિસર્ચના ડાયરેક્ટર એલિસા સ્ટેન્કીવિક્ઝ અનુસાર, ગત સમગ્ર કેલેન્ડર વર્ષ ઇએસજી ફંડો માટે સૌથી ખરાબ વર્ષ રહ્યું હતું, જ્યારે વર્ષ 2023માં માર્કેટમાં તેજી જોવા મળી રહી હતી. રિપોર્ટ અનુસાર ગત વર્ષે ઇએસજી સેક્ટરે 20.8%નું આકર્ષક રિટર્ન આપ્યું હતું. જો કે રોકાણકારોનું રિટર્ન તેમના વર્ષ 2021ના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યું નથી. વૉલ સ્ટ્રીટે પણ રોકાણકારોના આ ટ્રેન્ડને જોતા પોતાની પ્રતિક્રિયા આપી છે. ફંડ મેનેજર્સે ગત ક્વાર્ટરમાં આવા 16 ફંડ મેનેજર્સે ગત ક્વાર્ટરમાં આવા 16 ફંડ્સને લિક્વિડેટ એટલે બંધ કર્યા હતા. આ દરમિયાન, માત્ર 7 નવા ઇએસજી ફંડ ખુલ્યા હતા.
આ સતત બીજું ક્વાર્ટર રહ્યું જેમાં બંધ થનારા ફંડ્સની સંખ્યા નવા ખુલનારા ફંડ્સથી વધુ રહી હદતી. વાસ્તવમાં અનેક રોકાણકારો આ સમગ્ર સેક્ટરની નિરાશ થઇ ગયા છે. ત્યાં સુધી કે, ગત વર્ષોમાં એજન્ડામાં રહ્યાં છતાં તેને વિવાદિત મનાતા સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમના સત્તાવાર કાર્યક્રમ પરથી પણ હટાવી દેવામાં આવ્યું છે.