Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એક સમયે મોટા ભાગની સરકારી કંપનીઓના શેર્સને ખોટનો સોદો માનવામાં આવતો હતો પરંતુ હવે પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ (પીએસયુ) પોતાના રોકાણકારોને તગડી કમાણી કરાવી રહ્યાં છે. બુધવાર સુધી છેલ્લા છ મહિનામાં 56 સરકારી કંપનીઓ વાળા બીએસઇ પીએસયુ ઇન્ડેક્સે 61.35%નું રિટર્ન આપ્યું છે.


એક વર્ષનું રિટર્ન 92.97% રહ્યું હતું. આ 56 કંપનીઓનું માર્કેટ કેપ 61 લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યું હતું. આ શેર્સમાં છેલ્લા છ મહિના દરમિયાન રોકાણકારોને અંદાજે 23.7 લાખ કરોડથી વધુ રિટર્ન મળ્યું છે. આ છ મહિનામાં કોઇપણ પીએસયુ સ્ટૉકે નેગેટિવ રિટર્ન આપ્યું નથી.

સૌથી વધુ એનબીસીસી ઇન્ડિયા લિ.નો શેર 227.46% ઉછળ્યો હતો. આ છ મહિનામાં અંદાજે 22 પીએસયુ સ્ટોક મલ્ટિબેગર સાબિત થયા હતા. સરકારી બેન્કોએ આ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને અનેક બેન્કોએ રોકાણકારોની રકમ બે થી ત્રણ ગણી કરી છે. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સે 6 મહિનામાં 53.52% અને 1 વર્ષમાં 73.35% સુધીનું રિટર્ન આપ્યું છે.