ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને ચાર મહિનાનો ગાળો થઇ ગયો છે. ઇઝરાયેલનું સમર્થન કરવાના કારણે અમેરિકન કંપનીઓ અને અમેરિકન પ્રોડક્ટસનો હવે બહિષ્કાર કરવાની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે ચિંતાતુર અમેરિકાએ હવે યુદ્ધવિરામ માટે સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન છેલ્લા ચાર મહિનાના ગાળામાં જ પાંચમી વખત જેરુસલેમ પહોંચી ગયા છે. એશિયા અને ઇન્ડોનેશિયામાં બહિષ્કારની શરૂઆત થઇ ગઇ છે. પોતાની કંપનીઓને થઇ રહેલા નુકસાનના કારણે અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામ માટેના પ્રયાસો ઝડપી બનાવી દીધા છે. મુસ્લિમો દેશોમાં પણ પ્રોડક્ટસનો બહિષ્કાર કરી રહ્યા છે.
મેકડોનાલ્ડ: ઇઝરાયલના સમર્થનના કારણે બહિષ્કાર કરવામાં આવે છે. કંપનીના કહેવા મુજબ 2023ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં મિડિલ ઇસ્ટ અને એશિયામાં વૃદ્ધ 0.7 ટકા છે. એક વર્ષ પહેલા આ આંકડો 3.4 ટકા હતો. કંપનીએ ઇઝરાયલ જવાનોને મફત ભોજનની વ્યવસ્થા કરી છે.
સ્ટારબક્સ: ગયા સપ્તાહમાં કોફી ચેઇન સ્ટારબક્સે કંપનીના ગ્લોબલ ગ્રોથ અંદાજને પાંચથી સાત ટકા ઘટાડીને 4.6 ટકા કરી દીધો છે. અમેરિકામાં ઇઝરાયલ વિરોધી અભિયાનના કારણે ત્યાં પણ ગ્રોથમાં ઘટાડો થયો છે. ઇન્ડોનેશિયામા પણ બહિષ્કાર થઇ રહ્યો છે.
કોકાકોલા: ઇઝરાયલમાં પ્લાન્ટના કારણે અરબ દેશોએ 1967થી 1991 સુધી કોકા કોલાનો બહિષ્કાર કર્યો હતો. કોકને માર્કેટમાંથી દુર કરવા માટે નવેમ્બર 2023માં તુર્કિયેમાં 2023ના અંતિમ ત્રિમાસિક ગાળામાં વેચાણમાં 22 ટકાનો ઘટાડો થયો છે.