Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કચ્છના સામખીયાળીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તિ સલમાન અઝહરી સામે ગુનો નોંધાયા બાદ આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભચાઉ કોર્ટમાં મૌલાનાને રજૂ કરાતા કોર્ટ આસપાસ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જૂનાગઢના ભડકાઉ ભાષણ આપવાના કેસમાં મૌલાનાને બુધવારે જામીન મળ્યા બાદ કચ્છ પોલીસ દ્વારા તેનો કબજો લઈ આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

સામખીયાળીના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવાનો મામલો
ભચાઉ તાલુકાના સામખીયાળી સ્થિત ગુલશને મોહમ્મદી ટ્રસ્ટના મદરેસા નજીક ગત તા.31ના તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુફ્તી અઝહરી મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ, જે દરમિયાન તેમની ઉપર ભડકાઉ ભાષણનો આરોપ છે. જૂનાગઢના કેસમાં મૌલાનાને જામીન મળતા કચ્છ પોલીસ દ્વારા મૌલાનાનો કબજો મેળવી સામખીયાળીમાં નોંધાયેલા ગુના મામલે આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસ દ્વારા મૌલાનાના 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આ મામલે બંને પક્ષના વકીલોની દલીલ બાદ કોર્ટે મૌલાનાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.