ઇન્ડેક્સ પ્રોવાઇડર MSCIએ પોતાના ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં ભારતનું વેઇટેજ 17.9% વધારીને રેકોર્ડ 18.2% કર્યું છે. આ ફેરફાર 29 ફેબ્રુઆરીના રોજ માર્કેટ બંધ થયા બાદ લાગૂ થશે. આ ઇન્ડેક્સમાં જૂન 2020 સુધી ભારતનું વેઇટેજ માત્ર 8% હતું. માત્ર બે વર્ષ આઠ મહિનામાં તે બમણાથી વધુ વધ્યું છે. જે વિશ્વમાં ભારતીય અર્થતંત્રના વધતા દબદબાને દર્શાવે છે.
રિસર્ચ ફર્મ નુવામા અનુસાર તાજેતરના ફેરફાર બાદ ભારતમાં સ્ટાન્ડર્ડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 9,960 કરોડ રૂ. વિદેશી રોકાણ આવવાની અપેક્ષા છે. વૈશ્વિક રોકાણકારો કોઇ દેશમાં રોકાણ કરતા પહેલા એમએસસીઆઇ ઇન્ડેક્સને નજીકથી સ્ટડી કરે છે અને તેને ટ્રેક કરે છે. તેના આધાર પર જ સંબંધિત દેશમાં તેના રોકાણનો રસ્તો ખુલે છે અને સાથે જ નાણાકીય વિશ્વસનીયતા પણ વધે છે. આ ઇન્ડેક્સમાં 25.4%ના વેઇટેજની સાથે ચીન પહેલા અને ચીન બીજા ક્રમાંકે છે.