Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં જાન્યુઆરી દરમિયાન મોંઘવારીથી લોકોને રાહત મળી છે. જાન્યુઆરી દરમિયાન ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.27% સાથે ત્રણ મહિનાના તળિયે નોંધાયો છે. ખાદ્ય ચીજવસ્તુઓમાં શાકભાજીની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન WPI ફુગાવો નેગેટિવ ઝોનમાં રહ્યો હતો અને નવેમ્બર દરમિયાન તે 0.39% રહ્યો હતો. જાન્યુઆરી 2023 દરમિયાન, તે 4.8% અને ડિેસેમ્બર 2023 દરમિયાન તે 0.73% હતો.


વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર જાન્યુઆરી, 2024 માટે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો કામચલાઉ છે. અગાઉ ઓક્ટોબર 2023 દરમિયાન WPI ફુગાવો -0.26% સાથે સાથે સૌથી નીચલા સ્તરે હતો. જાન્યુઆરી દરમિયાન ખાદ્ય ફુગાવો પણ ડિસેમ્બર 2023ના 9.38%થી ઘટીને 6.85% રહ્યો હતો. ખાદ્યમાં શાકભાજીનોં મોંઘવારી દર ડિસેમ્બરના 26.3%થી ઘટીને 19.71% રહ્યો હતો. જ્યારે બટાકામાં ફુગાવો નેગેટિવ ઝોનમાં હતો. તદુપરાંત ફળો, ઇંડા, દૂધ, માછલીનો ભાવ પણ ઘટ્યો છે. જાન્યુઆરીમાં ઇંધણ અને પાવર સેગમેન્ટમાં ફુગાવો (0.51%) હતો જે ડિસેમ્બર 2023 દરમિયાન -2.41% રહ્યો હતો. ઉત્પાદિત વસ્તુઓનો મોંઘવારી દર -1.13% હતો જે ગત મહિના દરમિયાન -0.71% રહ્યો હતો.