એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ (PPBL) ના વ્યવહારોની તપાસમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ કોઈ ઉલ્લંઘન મળ્યું નથી. ધ હિન્દુના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અન્ય કેટલાક કેસોનું પાલન ન કરવાના કારણે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. EDએ આ સપ્તાહની શરૂઆતમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક સામે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.
RBIએ પેટીએમ બેંકની સમયમર્યાદા 15 માર્ચ સુધી લંબાવી
EDની આ કાર્યવાહી આરબીઆઈએ પેટીએમની પેટાકંપનીને 29 ફેબ્રુઆરીથી નવી થાપણો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યાના થોડા દિવસો બાદ આવી છે. જો કે, હવે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકમાં ડિપોઝિટ અને અન્ય વ્યવહારો માટેની અંતિમ તારીખ 15 માર્ચ સુધી લંબાવી છે.
31 જાન્યુઆરીએ જારી કરાયેલા સર્ક્યુલરમાં આરબીઆઈએ કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બેંકના ખાતામાં પૈસા જમા નહીં કરી શકાય. આ બેંક દ્વારા વોલેટ, પ્રીપેડ સેવાઓ, ફાસ્ટેગ અને અન્ય સેવાઓમાં પૈસા જમા કરાવી શકાતા નથી.