Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે તેમાં પણ ભારત ઝડપથી ડિજીટલ યુગ તરફ જઈ રહ્યું છે. ડિજિટલની સાથે-સાથે સાયબર ફ્રોડના કિસ્સા સતત વધી રહ્યાં છે. સાયબર સિક્યોરિટી માર્કેટ ઝડપી ગ્રોથ થવા સાથે રૂ.39,000 કરોડ પહોંચ્યું છે જે આગામી પાંચ વર્ષમાં એટલે કે 2029માં એક લાખ કરોડે પહોંચશે. સામાન્ય નાગરીકો, કોર્પેરેટ્સ અને રાજ્ય તથા કેન્દ્ર સરકારના સ્તરે વિવિધ સાયબર સોલ્યુશનની વધતી જરૂરીયાતને પહોંચવા માટે પ્રોડ્કટની સાથે તેના ઉકેલની જરૂરીયાત ઊભી થશે તેમ 63 મૂન્સના ટેક સીઇઓ નિહાર પાઠારેએ જણાવ્યું હતું.


ભારતમાં માત્ર સ્થાનિક જ નહીં વૈશ્વિક સ્તરેથી દર વર્ષે મોટી સંખ્યામાં સાયબર એટેક થઈ રહ્યા છે. આમાં વ્યક્તિગતથી લઈ કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓ સુધીનો સમાવેશ થાય છે. એકલા ગુજરાતમાં જ ગત્ વર્ષે નહીં ઉકેલી શકાયેલા રૂ.156 કરોડના સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ નોંધાયા હતા.

હેલ્થકેર, બેન્કિંગ, એજ્યુકેશન, ડિફેન્સ, નાણાકિય- માર્કેટ ટ્રાન્ઝેકશન, ફાઇનાન્સિયલ એવા અનેક સાયબર ફ્રોડ રોજ થઈ રહ્યા છે. ગુજરાતમાં 2023માં દૈનિક 333 કેસ થઈ રહ્યા હોવાના ડેટા પ્રાપ્ત થાય છે. ભારતમાં આને કારણે સાયબર સિક્યોરિટીનું માર્કેટ ઝડપથી વિકસી રહ્યું હોવાથી કંપનીએ ત્રણ વિવિધ પ્રોડક્ટ વિકસાવી છે. આમાં મોબાઇલ સિક્યોરિટીઝ સોલ્યુશન, એન્ટરપ્રાઇસ સોલ્યુશન અને જાહેર ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્કને સુરક્ષા પૂરી પાડતું સાયબરડોમનો સમાવેશ થાય છે. કંપની સામાન્ય નાગરીકથી લઇને નાના-મોટા કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓને આ હેઠળ આવરી લેશે, એમ તેમણે જણાવ્યું હતું.