લોકસભાની ચૂંટણી એકાદ બે મહિનામાં જાહેર થઈ શકે છે જેને લઈને રાજકોટ મનપાનું જનરલ બોર્ડ 7મીએ બોલાવવા માટે એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જેના પ્રશ્નકાળમાં પહેલો જ પ્રશ્ન વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનો આવતા અધિકારીઓમાં દોડધામ મચી છે.વિપક્ષી નેતાનો પ્રશ્ન ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા, શહેરમાં મચ્છરજન્ય રોગની સ્થિતિ અને પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને છે. ઘણા સમય બાદ ફરી કોંગ્રેસના હાથમાં બોર્ડની ચર્ચા આવતા શાસકોને ઘેરવા માટેનો વ્યૂહ તૈયાર કરાઈ રહ્યો છે. તો બીજી તરફ વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઈ પ્રશ્ન આપવા માટે ગયા હતા પણ તેમના પ્રશ્નો સ્વીકારાયા નથી.
સાગઠિયા અને ભારાઈએ પક્ષ પલટો કરતા કોર્પોરેટર પદ ગુમાવ્યું હતું જે મામલે હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો. આ દરમિયાન તેઓ ફરી કોંગ્રેસમાં ભળી જતા કોર્ટે પદ પરથી દૂર કરવાના હુકમને અટકાવી ફરીથી કોર્પોરેટર તરીકે ચાલુ રાખવા આદેશ કર્યો છે. જોકે મનપાના શાસકો જણાવે છે કે, આ કેસ સરકારના હુકમને લઈને છે તેથી જ્યાંથી શહેરી વિકાસ વિભાગ કે સરકારમાંથી ફરીથી કોર્પોરેટર તરીકે ચાલુ રાખવા માટે હુકમ ન આવે ત્યાં સુધી હાલના હુકમ મુજબ કોર્પોરેટર ગણાશે નહીં. સફાઈ કામદારની ભરતી કરવા માટે પણ દરખાસ્ત છે