Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવી દિલ્હી ભારત વર્ષ 2028 સુધીમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રનો સિમાચિહ્ન હાંસલ કરશે ત્યારે દેશનો બેરોજગારી દર 97 બેસિસ પોઇન્ટ ઘટશે. વર્ષ 2028 સુધીમાં દેશના અર્થતંત્રનું કદ વધવાની સાથે જ રોજગારીમાં પણ વધારો થશે. થિન્ક ટેન્ક ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના રિપોર્ટ ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ આઉટલુક 2030 અનુસાર દેશનો બેરોજગારી દર વર્ષ 2024ના 4.47%થી ઘટીને વર્ષ 2028 સુધીમાં 3.68% થવાની સંભાવના છે. કોવિડ-19 મહામારી બાદ વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બનવાની સાથે જ દેશના જોબ માર્કેટમાં પણ ક્રાંતિ જોવા મળી રહી છે. દેશના અર્થતંત્રની વૃદ્ધિમાં મુખ્યત્વે યુવાવર્ગનું વિશેષ યોગદાન રહેલું છે. 7.8%ના આર્થિક વૃદ્ધિદર સાથે ભારત વર્ષ 2026-27 સુધીમાં $5 ટ્રિલિયનના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરી શકે છે. જેમાં મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણનો પણ ફાળો રહેશે. દેશની જીડીપીનું કદ વર્ષ 2024માં $4 ટ્રિલિયનથી નીચેના સ્તરે રહેવાનો અંદાજ છે.

ભારત વર્ષ 2028 સુધીમાં $5 ટ્રિલિયનના લક્ષ્યની નજીક જઇ રહ્યું છે ત્યારે એકંદરે રોજગારી દર પણ વધીને 22%એ પહોંચી શકે છે જ્યારે બેરોજગારી દરમાં 2028 સુધીમાં 97 બેસિસ પોઇન્ટનો ઘટાડો થશે. સર્વિસ સેક્ટરમાં નોંધપાત્ર રીતે રોજગારી સર્જન જોવા મળશે. કુલ રોજગારીમાં સર્વિસ સેક્ટરનું યોગદાન 0.12%ની આસપાસ રહી શકે છે.રિપોર્ટમાં સર્વિસ સેક્ટરની હેઠળના 10 સેગમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સર્વિસ, ફાઇનાન્સિયલ સર્વિસ, હોસ્પિટાલિટી, કન્ઝ્યુમર રિટેલ, ઇ-કોમર્સ અને રિન્યુએબલ એનર્જી સામેલ છે.