વધુ એક તરુણીને લગ્નની લાલચ આપી અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આજી ડેમ પોલીસમાં શ્રમિકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા.8ની બપોરે ચાર વાગ્યે 16 વર્ષીય પુત્રી હમણાં આવું છું તેમ કહીને નીકળી હતી. લાંબો સમય વિતવા છતાં પુત્રી પરત ઘરે નહિ આવતા શોધખોળ કરી હતી. આસપાસ તેમજ સગાં સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં પુત્રીની કોઇ ભાળ મળી ન હતી. દોઢ દિવસ સુધી પુત્રીની શોધખોળ કર્યા બાદ કોઇ પત્તો નહિ લાગતા અંતે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.