કેન્દ્ર સરકારે 11 માર્ચે દેશભરમાં CAA લાગુ કર્યો હતો. આ અંગે વિપક્ષની પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી આજે CAAના વિરોધમાં સિલિગુડીમાં રેલી કરશે.
પશ્ચિમ બંગાળના મંત્રી અરૂપ બિસ્વાસે કહ્યું, સિલિગુડીમાં રોડ શો મૈનાકથી શરૂ થશે અને વિનસ પર સમાપ્ત થશે. મમતા બેનર્જી રોડ શોમાં ભાગ લેશે.
બીજી તરફ કેરળમાં પણ નાગરિકતા સંશોધન કાયદા (CAA) સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. જ્યારે આસામમાં 30 આદિવાસી સંગઠનો અને 16 પક્ષોનું વિપક્ષનું મંચ વિરોધમાં ઉતર્યું છે. ગઈકાલે, આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) પણ રાજ્યમાં 12 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યુ હતું.