રાજકોટ જિલ્લાના પડધરી નજીક હીદડ ગામની સીમમાં આવેલી વાડીમાં ટેન્કરોમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ચાલતું હોવાની માહિતીને આધારે પડધરી પાેલીસે દરોડો પાડી રાજકોટના ચાર સહિત સાત શખ્સને ઝડપી લઇ તેની પાસેથી વાહનો, મોબાઇલ, કટર સહિત રૂ.45 લાખની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પડધરીના હીદડ ગામની સીમમાં એક વાડીમાં પેટ્રોલિયમ કંપનીના ટેન્કરમાંથી કેટલાક શખ્સો ડીઝલ ચોરી કરતા હોવાની માહિતીને આધારે પીએસઆઇ જી.જે.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડી રાજકોટના રેલનગર પાસેના રામેશ્વર પાર્કમાં રહેતો ટેન્કરચાલક અમન નિલેશભાઇ ખટાણા, બાડમેરના ચાવા ગામનો પ્રહલાદરામ કૌશલરામ ચૌધરી, કણકોટમાં રહેતો રાજ કમાભાઇ ચાંડપા, કાલાવડના ખાન કોટડા ગામનો ઇમ્તિયાઝ અબ્દુલભાઇ શાહમદાર, ગંજીવાડામાં રહેતો મંગેશ જેરામભાઇ વાળા, રેલનગરના અર્પણ પાર્કમાં રહેતો ઉદિત અજિતભાઇ ગઢવી અને રામાપીર ચોકડી પાસે રહેતો ભવ્ય મનોજભાઇ કરગટિયાને પકડી લઇ તેની પાસેથી રૂ.26.10 લાખનું ડીઝલ ભરેલ ટેન્કર, જીપ, કાર, બોલેરો પિકઅપવાન, કેરબા, રૂ.6910ની રોકડ, આઠ મોબાઇલ સહિત કુલ રૂ.45.69 લાખની મતા કબજે કરી હતી.