દિલ્હી અને નેશનલ કેપિટલ રિજન (NCR)માં દૂધની મોટી સપ્લાયર મધર ડેરી વધુ બે નવા પ્લાન્ટ બનાવવા માટે લગભગ રૂ. 650 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. કંપની નવા પ્લાન્ટમાં દૂધ અને ફળોને પ્રોસેસ કરશે.
આ સાથે કંપની બજારની વધતી માંગને પૂરી કરશે. આ સિવાય મધર ડેરી તેના હાલના પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે અન્ય ₹100 કરોડનું રોકાણ કરશે. સમાચાર એજન્સી પીટીઆઈએ આ જાણકારી આપી છે.
મધર ડેરી ફ્રુટ્સ એન્ડ વેજીટેબલ્સ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મનીષ બંદલિશે જણાવ્યું હતું કે, “અમે અમારા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને વિસ્તારવા અને ગ્રાહકો સુધી પહોંચવા માટે અમારા મુખ્ય સ્થાનો પર અમારી ડેરી અને F&V (ફળો અને શાકભાજી) પ્રોસેસિંગ ક્ષમતાને વિસ્તારવા માટે રૂ. 750 કરોડ ખર્ચ કરવાના છીએ.