યુરોપિયન યુનિયન દ્વારા ગત વર્ષે પસાર કરાયેલો કાયદો વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ, જંગલોની સંખ્યા વધારવા તેમજ ગ્રીન હાઉસ ગેસને ઘટાડવાના ઉદ્દેશ્યથી લાવવામાં આવ્યો છે. પરંતુ આ નિયમથી મલેશિયા અને ઇન્ડોનેશિયા સહિત અનેક એશિયન દેશોમાં ખેડૂતો માટે આજીવિકા પર સંકટ પેદા થયું છે. વાસ્તવમાં આ કાયદો એ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ લગાવે છે જે ડિફોરેસ્ટ્રેશન એટલે જે જંગલોના નિકંદનને વધારે છે. તેમાં પામ તેલ, રબર અને લાકડા જેવી અન્ય વસ્તુઓ પણ સામેલ છે જેને એવા જંગલોમાં ઉગાડવામાં આવી છે જેને 2020 બાદ ખેતરોમાં બદલી દેવામાં આવ્યા છે.
આ કાયદા હેઠળ લગભગ તમામ ઉત્પાદક જે પામ ઑઇલ, કોફી, કોકો, સોયાબીન, રબર અને લાકડાનું ઉત્પાદન કરે છે અથવા તો ઢોર ઉછેરે છે તેઓ પોતાના ખેતરોની સચોટ સીમાનું મેપિંગ કરે. તે દેખાડવા માટે તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ જંગલોના નિકંદન સાથે જોડાયેલી નથી. આ સાબિત કરવું સમગ્ર રીતે નિકાસકારો પર નિર્ભર છે કે સપ્લાય ચેઇનની દરેક કેટેગરીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહોતું આવ્યું. આ નિયમના વિરોધીઓનું કહેવું છે કે નાના સપ્લાયર્સ અને ખેડૂતો માટે એ સાબિત કરવું જટિલ અને મોંઘું હોય શકે છે કે તેઓ નિયમોનું પાલન કરે છે કે નહીં. વિકાસશીલ દેશોએ યુરોપિયન યુનિયનના નવા નિયમો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમની નજરમાં સમૃદ્ધ, ટેકનિકલ રીતે ઉન્નત દેશ અને પૂર્વ વસાહતી સત્તાઓ એક વાર ફરીથી શરતોને નિર્ધારિત કરી રહી છે અને વેપારના નિયમોને પોતાના ફાયદાની અનુસાર બદલી રહી છે.