રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતા અંકિત પટેલ (ઉ.વ.30)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે 6 વર્ષથી સ્વામિનારાયણ મંદિરમાં ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના કુલ 29 વાહનો છે તેનું સંચાલન પોતે કરે છે. સફેદ કલરની અર્ટિગા કાર નંબર જીજે.01.ડબ્લ્યુઈ.8634 પાર્કિંગમાં હતી. આ કારના ડ્રાઇવર પ્રતિપાલસિંહ જાડેજાએ બપોરના સમયે કાર પાર્ક કરી હતી. જે બા સાંજના સમય કોઈ શખ્સ આ કાર એક નંબરના ગેઇટ પર્થ બહાર લઈને નીકળ્યો હતો. સિક્યોરિટીને માલુમ પડતા તેને તુરંત કારના ડ્રાઇવરને કાર બીજા કોઈને આપી છે તેમ પૂછતાં તેમને કાર કોઈને ન આપી હોવાનું કહી મેનેજર અંકિત પટેલને પૂછ્યું હતું, પરંતુ તેમને પણ કોઈને ન આપી હોવાનું સામે આવતા સીસીટીવી ફૂટેજ ચકાસી જોતા કાર ચોરી થયાનું માલુમ થયું હતું. હાલ પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર પુનિતનગર ટાંકા પાસે ખોડિયારનગરમાં રહેતો મુળ લીમડીના જાલોદનો રાકેશ બચુભાઇ ભાભોર (ઉ.વ.35) સાંજે ખોડિયારનગરમાં સરકારી શાળા પાસે પ્રાઇમ નામની ત્રણ માળની બિલ્ડિંગ બની રહી હોઇ તેની સાઇટ પર હતો. ત્યારે દાદરો ઉતરવા જતાં પડી જતાં માથામાં ઇજા પહોંચતા બેભાન થઇ ગયો હતો. જેથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ જીવ બચ્યો નહોતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત્યુ પામનાર રાકેશને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જે વતનમાં રહે છે. પોતે અહિ પત્ની અને ભાઇ સાથે રહી મજૂરી કરતો હતો. બનાવના પગલે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.