મેષ
તમે પૈસા સંબંધિત થોડો તણાવ અનુભવી શકો છો પરંતુ આ કોઈ મોટી સમસ્યા નહીં હોય. અપેક્ષિત સ્તોત્રથી પૈસા મળવાનું શરૂ થશે જેના કારણે અટકેલા કામો આગળ વધારવાનું તમારા માટે શક્ય બનશે. જે મિત્રો સાથે વાતચીત બંધ થઈ ગઈ છે, તે પોતે તમારી સાથે વાતચીત સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારના સભ્યો સાથે યોગ્ય રીતે વાતચીત કરવાની જરૂર પડશે નહીંતર ગેરસમજ ઊભી થઈ શકે છે.
કરિયરઃ- કામ સમયસર પૂર્ણ કરવું જરૂરી રહેશે. વધતી સ્પર્ધામાં તમારું કામ વિશેષ સાબિત કરવાનો પ્રયાસ કરો.
લવઃ- સંબંધોના કારણે જીવનશૈલીમાં આવેલા નકારાત્મક ફેરફારોને દૂર કરવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- વજનમાં થતા ફેરફારો પર ધ્યાન આપો. હોર્મોનલ ફેરફારોને કારણે વજન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે
લકી કલર: લીલો
લકી નંબરઃ 3
***
26 માર્ચ, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
વૃષભ
WHEEL OF FORTUNE
તમારા પર મૂકવામાં આવેલી જવાબદારી ઘણી બાબતો પર નિર્ભર કરે છે અને તમારે તેને ગંભીરતાથી પૂરી કરવાનો પ્રયાસ કરવો પડશે. અંગત જીવન સાથે જોડાયેલી ચિંતાઓ તમને સતાવતી રહેશે. આ ચિંતા તમારા પ્રયત્નોથી દૂર કરવાનું શક્ય બની શકે છે. અત્યારે તમારે નાણાકીય બાજુ પર ધ્યાન આપવાની જરૂર છે. પૈસા દ્વારા ઘણી મહત્વની બાબતો પૂર્ણ થશે જેના કારણે ઊભો થયેલો તણાવ દૂર થઈ શકશે. સાથે
તમારા માટે ઘણાં કાર્યો પૂર્ણ કરવાનું પણ શક્ય બનશે.
કરિયરઃ- કોઈપણ કામ સ્વીકારતા પહેલા દસ્તાવેજને યોગ્ય રીતે વાંચવા જરૂરી રહેશે.
લવઃ- તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે સર્જાયેલા ઉતાર-ચઢાવ જલદી જ દૂર થશે અને સંબંધો પ્રત્યે ગંભીરતા વધવા લાગશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સકારાત્મક બનતું જણાય.
લકી કલર: લાલ
લકી નંબરઃ 2
***
મિથુન
QUEEN OF SWORDS
તમારી જાતને મર્યાદિત વિચારોથી મુક્ત કરો અને એવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જે તમને આનંદ આપે છે. તમે અન્ય લોકોની ટિપ્પણીઓના ડરથી ઘણા નિર્ણયો લેવાનું ટાળી રહ્યા છો. ભવિષ્યમાં આ બાબત નુકસાન અને પસ્તાવાનું કારણ ન બને તેનું ધ્યાન રાખો. પરિવારના સભ્યો તરફની જવાબદારી પૂરી કરવા માટે
માટે તમે સંપૂર્ણ રીતે સક્ષમ છો. તેમ છતાં, શા માટે તમારા શબ્દોને નિશાન બનાવવામાં આવે છે?
આ બાબતે વિચારવું જરૂરી બનશે. તમારી જાતને પણ પ્રાથમિકતા આપતા શીખો.
કરિયર: સ્વીકારો કે તમારી કારકિર્દી આગળ વધારવા માટે તમારે મદદની જરૂર છે.
લવઃ- ખોટા વ્યક્તિ સાથેના સંબંધોને કારણે ઊભી થયેલી સમસ્યાઓથી તમે ચિંતિત રહેશો.
તમે જાગૃતિ અનુભવો છો, તેમ છતાં તમે આ સંબંધને લગતા નિર્ણયો લેવામાં શરમાતા જોવા મળશો.
શક્ય તેટલી વહેલી તકે તેને દૂર કરવું જરૂરી રહેશે.
સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. ખાવાની આદતો અને જીવનશૈલી બંને પર પણ ધ્યાન આપો.
લકી કલર: લાલ
લકી નંબરઃ 6
***
કર્ક
PAGE OF SWORDS
ઘણી બાબતો વિશે વિચારવાને કારણે તમે ચિંતામાં વધારો અનુભવશો. પરંતુ તમે હાથમાં લીધેલા
કાર્ય પૂર્ણ કરવામાં સફળ સાબિત થશો. પૈસા સંબંધિત સમસ્યાઓ ઉકેલવા
શિસ્ત લાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ખર્ચ પર નિયંત્રણ રાખીને ભવિષ્યના આયોજન વિશે વિચારો.
તમે તમારા પૈસાનો ઉપયોગ કેવી રીતે કરો છો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. માનસિક
સ્થિતિમાં સુધારો થતો જણાય.
કરિયરઃ- કામ પ્રત્યે સમર્પણ અને રુચિ વધતી જણાશે જેના કારણે નવી તકો શોધવાનોતમે પ્રયાસ કરી શકો છો.
લવ: પાર્ટનરને થોડો સમય આપવો જરૂરી છે. હમણાં માટે, તમારે તમારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સ્વાસ્થ્ય સંબંધિત જૂના વિવાદો પણ દૂર થતા જણાય.
લકી કલર: રાખોડી
લકી નંબરઃ 1
***
સિંહ
THE WORLD
જેમના ધ્યેયો તમારા જેવા જ હોય તેવા લોકો સાથે સમય વિતાવીને ખુશી મેળવશો અને તમારા કામ પ્રત્યે તમારી રુચિ પણ વધતી જણાશે. યોજના બનાવતી વખતે દરેક નાની વસ્તુને ધ્યાનમાં રાખવું જરૂરી છે. પ્રવાસ સંબંધિત નિર્ણયો અચાનક લેવામાં આવશે. આ પ્રવાસ દરમિયાન જરૂર કરતાં વધુ પૈસા ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પરિવારના સભ્યોની જરૂરિયાતોને સમજો આમ કરવાથી તમારા માટે તેમને પૂર્ણ કરવામાં સરળતા રહેશે.
કરિયરઃ- યુવાનોને જે પ્રેરણા મળી રહી છે તેના કારણે મુશ્કેલ કાર્ય સંબંધિત લક્ષ્યોને પૂર્ણ કરવામાં સરળતા રહેશે.
લવઃ- તમારા પાર્ટનર સાથે વાત કરો પરંતુ ધ્યાનમાં રાખો કે અત્યારે લગ્ન સંબંધિત કોઈ ચર્ચા ન થવી જોઈએ.
સ્વાસ્થ્યઃ- પેશાબ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. શરીરને ડિહાઇડ્રેટ ન થવા દો.
લકી કલર: નારંગી
લકી નંબરઃ 5
***
કન્યા રાશિ
EIGHT OF WANDS
માનસિક રીતે અનુભવાતું સમાધાન અને શાંતિ તમારા માટે જરૂરી છે. આ સમયે મોટા કામ સંબંધિત
વિચાર કર્યા વિના તમારે દરેક નાની વસ્તુનો આનંદ માણતા શીખવાની જરૂર પડશે. વર્તમાન મુદ્દાઓ પર
ધ્યાન આપવામાં આવશે. કોઈ મોટી ખરીદીને કારણે તમે ખુશી અનુભવી શકો છો પરંતુ તમે નકામી વસ્તુઓને લઈને ચિંતિત થઈ શકો છો. વધુ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખો.
કરિયર: કામ આગળ વધી રહ્યું છે પરંતુ તમારું અંતિમ લક્ષ્ય તેનાથી પણ મોટું છે તેથી એકાગ્રતા જાળવી રાખવી અગત્યની છે.
લવઃ- લગ્નને લઈને જે તણાવ હતો તે દૂર થશે અને જે સમસ્યા ઊભી થઈ છે તેનો ઉકેલ આવશે.
તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- અપચા સંબંધિત સમસ્યા થઈ શકે છે.
લકી કલર: ગુલાબી
લકી નંબરઃ 4
***
તુલા
FOUR OF CUPS
વર્તમાન સાથે સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખતી વખતે, તમારે તમારા નિર્ણયો અને કાર્યોની અસર વિશે જાગૃત રહેવું જોઈએ. ભવિષ્યમાં શું થઈ શકે છે તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. અચાનક આર્થિક મદદ મળશે. વર્તમાન સાથે સંબંધિત વસ્તુઓ સાથે સમાધાન કરીને, તમે પરિસ્થિતિને અનુકૂળ થઈ શકો છો અને વ્યક્તિગત જીવનમાં સુધાર લાવવામાં સફળતા મળશે.
કરિયરઃ- લોકો તરફથી મળેલા સૂચનો મહત્ત્વના છે. ખાસ કરીને જેઓ તમારા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા છે.આથી એવા લોકોની માહિતી પર ધ્યાન આપો જેમને એ વિશે અનુભવ પણ છે.
લવઃ- તમારા જીવનસાથીની માનસિક સ્થિતિ અને લાગણીઓને સમજવી મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- તમે શરદી અને તાવથી પરેશાન થઈ શકો છો.
લકી કલર: પીળો
લકી નંબરઃ 5
***
વૃશ્ચિક
FIVE OF SWORDS
કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી વખતે અહંકાર આડે ન આવે તેની ખાતરી કરવી જરૂરી છે.
તમે તમારા ક્ષેત્રના લોકો સાથે સમય વિતાવીને નવી વસ્તુઓ શીખી શકશો. તમારા સ્વાભિમાનનું ધ્યાન રાખતી વખતે, તમારા વિચારો મર્યાદિત ન હોવા જોઈએ. જાગૃતિ હોવી પણ જરૂરી રહેશે. તમારી આસપાસના લોકો દ્વારા કરવામાં આવેલી ભૂલો દ્વારા જેના દ્વારા મોટા નુકસાનથી બચી શકાય તેવા પાઠ શીખવા મળશે.
કરિયરઃ- શેરબજાર સંબંધિત કામ કરતા લોકોએ સાવધાનીથી નિર્ણયો લેવા પડશે.
લવઃ- જીવનસાથી અને પરિવારના સભ્યોમાં અહંકાર વધવાથી નુકસાન થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- લો બીપી અને શુગરના કારણે પરેશાની રહેશે.
લકી કલર: સફેદ
લકી નંબરઃ 7
***
ધન
KNIGHT OF SWORDS
જીવનમાં પ્રગતિ હાંસલ કરવા માટે તમે કયો માર્ગ પસંદ કરી રહ્યા છો તે જાણવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ખોટાં કામો માટે લોકોનું સમર્થન કરવાથી તમારી બદનામી થઈ શકે છે. અત્યારે તમારે ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. એકલતા અનુભવવાના કારણે ખોટી કંપની પસંદ ન કરો તેનું ધ્યાન રાખો.
કરિયરઃ- તમારા કામની પ્રશંસા થઈ રહી છે પરંતુ આનાથી તમારો અહંકાર વધવા ન દો કાળજી રાખજો.
લવઃ- લગ્ન સંબંધી નિર્ણયો લેતી વખતે પરિવારના સભ્યો અને જીવનસાથી બંને પર દબાણ ન કરો.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યાઓ ઠીક થવામાં સમય લાગશે. ગેસ સંબંધિત સમસ્યાઓમાં વધારો થતો જણાય છે. તમારી ખાનપાનની આદતોનું ધ્યાન રાખો.
લકી કલર: લાલ
લકી નંબરઃ 9
***
મકર
THE CHARIOT
તમારી ઈચ્છા શક્તિને મજબૂત કરીને કેટલાક નિર્ણયો લેવાની જરૂર પડશે. લોકો દ્વારા થનારા
વિરોધને કારણે થોડી પરેશાની થઈ શકે છે, પરંતુ અંગત જીવન સંબંધિત બાબતોમાં સંતુલન જાળવી રાખીને
તમે તમારી ઇચ્છા મુજબ યોગ્ય નિર્ણય લેવામાં સફળ સાબિત થશો. ભૂતકાળમાં કરેલી ભૂલો કારણે કેટલાક લોકો તરફથી ટીકા પ્રાપ્ત થઈ શકે છે. તમારે આ બાબતને અવગણવી જરૂરી રહેશે.
કરિયરઃ- વિદ્યાર્થીઓને અભ્યાસમાં રુચિ રહેશે અને અપેક્ષા મુજબ ખ્યાતિ મળશે.
લવઃ- રિલેશનશીપના કારણે અંગત જીવન સાથે જોડાયેલી બાબતોમાં કેવી રીતે બાંધછોડ થઈ રહી છે.
તે યોગ્ય રીતે સમજવું મહત્વપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં સંક્રમણ થવાની સંભાવના છે.
લકી કલર: વાદળી
લકી નંબરઃ 8
***
કુંભ
THE TOWER
સમયનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે તમને તણાવનો સામનો કરવો પડી શકે છે. મોટાભાગની વસ્તુઓ તમારી તરફેણમાં રહેશે. પરંતુ તમારા દ્વારા કાર્યો ખોટા થવાને કારણે નુકસાન થવાની સંભાવના બની રહી છે. તમારી જાતને ખોટા લોકો અને એવી વસ્તુઓથી દૂર રાખવી મહત્ત્વપૂર્ણ રહેશે જે તમને માર્ગથી ભટકાવી દે છે. ભૂતકાળના નુકસાનને દૂર કરવાનો માર્ગ મળી રહ્યો છે. દરેક નાની તક પર ધ્યાન આપતા રહો.
કરિયરઃ- કામની ગુણવત્તા પર ધ્યાન આપતા રહો. તમારા પ્રતિસ્પર્ધી દ્વારા તમને નુકસાન થવાની સંભાવના છે. તમારું કામ યોગ્ય રીતે કરવાનો પ્રયાસ કરતા રહો.
લવઃ- સંબંધોમાં તણાવ વધવાથી મોટો વિવાદ થઈ શકે છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં અચાનક બગાડ થવાની સંભાવના છે.
શુભ રંગ: પીળો
લકી નંબરઃ 2
***
મીન
SEVEN OF PENTACLES
કામની ગતિ ધીમી રાખીને તમારી કુશળતા સુધારવાનો પ્રયાસ કરતા રહો. અનુભવી વ્યક્તિ
દ્વારા કરવામાં આવેલા કામનું અવલોકન કરીને તમને એ સ્પષ્ટ થઈ જશે કે તમારે તમારામાં શું પરિવર્તન લાવવાનું છે. પૈસાની ચિંતા કર્યા વિના માત્ર કામમાં જ ધ્યાન આપવું જરૂરી છે. તમે જે કાર્યો કરો છો
તમને તરત જ પરિણામ મળશે.
કરિયરઃ- તમને કામ સંબંધિત કોઈ મોટી તક મળશે પરંતુ તેને વાસ્તવિકત બનવામાં વધુ સમય લાગશે.
પોતાને નિરાશ ન થવા દો.
લવઃ- તમે તમારા પ્રત્યે કોઈ વ્યક્તિના ભારે આકર્ષણને સમજી શકશો પરંતુ તેને સંબંધનું સ્વરૂપ લેવામાં
સમય લાગી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ વધવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.
લકી કલર: નારંગી
લકી નંબરઃ 3