રોકડની તંગીવાળી એડટેક કંપની બાયજુએ તેના 292 ટ્યુશન સેન્ટરોમાંથી 30 બંધ કરી દીધા છે. બાયજુની પેરેન્ટ કંપની થિંક એન્ડ લર્નએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ખર્ચ ઘટાડવાના પગલાં તરીકે બાયજુએ આ ટ્યુશન સેન્ટરો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ કહ્યું કે બાકીના 262 ટ્યુશન સેન્ટર હાઇબ્રિડ મોડલ પર ચાલવાનું ચાલુ રાખશે. અગાઉ, બાયજુએ તેના મુખ્યાલય સિવાય તેની અન્ય તમામ ઓફિસો બંધ કરી દીધી હતી. તેમજ તમામ કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે.
બાયજુએ એક નિવેદન જારી કરીને કહ્યું કે અમને અમારા શિક્ષકોના સમર્પણ અને અમારા વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ખૂબ ગર્વ છે. ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી મોટાભાગના ટ્યુશન કેન્દ્રોને નફાકારક બનવામાં મદદ મળે છે. આગામી વર્ષોમાં, 262 ટ્યુશન સેન્ટર શ્રેષ્ઠ અને નવીનતમ ટેકનોલોજીને સંકલિત કરીને હાઇબ્રિડ મોડેલમાં કામ કરવાનું ચાલુ રાખશે.